કાર્યક્રમ ની વિગતો

સહજ યોગ ઓનલાઇન ધ્યાન - નવા સાધકો માટે

 

 

કરોનાના કરફ્યુને કેર ફોર યુ બનાવા તરફ સમાજની હરએક વ્યક્તિની પ્રગતિ માટે આંતરરાષ્ટ્રીય સહજયોગ ધ્યાન સંસ્થા તરફથી એક સુંદર લાઈફ ચેન્જિગ કાર્યક્રમ.

 
આંતરરાષ્ટ્રીય સહજયોગ ધ્યાન સંસ્થા, 5 મે 1970ના રોજ પરમ પૂજય શ્રી માતાજી નિર્મલાદેવી શ્રીવાસ્તવ દ્વારા શોધેલી ધ્યાનની સરળ, અનન્ય, અદ્દભૂત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તે કુંડલિનીના જાગરણ (તમારી આંતરિક શક્તિ)  દ્વારા સર્વવ્યાપી દૈવી શક્તિ સાથે વ્યક્તિગત ચેતનાનું જોડાણ કરે છે. શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અસ્તિત્વ માટે આજે વિશ્વભરના 130 થી પણ વધુ દેશોના લાખો લોકો દ્વારા સહજયોગ ધ્યાન પદ્ધતિ અપનાવી સુંદર, સરળ, અને ચિંતામુક્ત જીવન વ્યતિત કરી રહ્યા છે.
 
 સહજયોગ શીખવાની કિંમત કેટલી છે?
 તે સંપૂર્ણ વિનામૂલ્ય છે, કારણકે ઈશ્વરીય પ્રેમનો અનુભવ અમૂલ્ય હોય...
 
 
 કેવી રીતે શરૂ કરવું?
 શું કરવું?
 
આપણી અંદર વ્યાપ્ત પરમેશ્વરની શક્તિ સાથે જોડાવા અને આત્મસાક્ષાત્કારની અનુભૂતિ મેળવો.
આજે 27/03/2020, 
5:30 pm થી 6:30pm નીચે આપેલી લિંક પર ક્લીક કરો.
 
https://www.youtube.com/watch?v=eTHDdYbjHCE
 
https://mixlr.com/pratishthanpune