સહજયોગ

સંસ્કૃતમાં સહજયોગ એટલે ‘સહ’– સાથે અને ‘જ’– એટલે જન્મથી, સહજયોગ એટલે કે આત્માનું પરમાત્મા સાથે મિલન.

આ સંભવિત આધ્યાત્મિક જાગૃતિ અને ઉત્થાન દરેક માનવમાં જન્મથી જ શક્ય છે. આ જીવંત ક્રિયા જે અનન્ય છે તે સહજયોગ થી જ પ્રાપ્ત થઈ શકે છે. આ અનન્ય ખોજ શ્રી માતાજી નિર્મલા દેવીએ ઈ.સં. 1970 માં કરેલ છે. સહજયોગ એ એક જીવંત અને કુદરતી ધ્યાન-પધ્ધતિ છે. આ એક ક્રિયા છે જેનાથી આપણી અંદર રહેલી કુંડલીની શક્તિનું જાગરણ થાય છે. જે આપણા કરોડરજ્જુ ના છેલ્લા મણકામાં જેને સેક્રમ(Secrum bone,પ​વિત્ર અસ્થિ) કહેવાય છે, તે શક્તિ ત્યાં સુષુપ્ત અવસ્થામાં આવેલી છે.

કુંડલીની જાગરણ અને આત્મ-સાક્ષાત્કાર એ એક જીવંત અને આનંદદાયી ક્રિયા છે. આ વિષયે ઘણી બધી ખોટી માહિતીઓ ફેલાયેલ છે. જે તદન ખોટી છે.

આપણા શરીરમાં મુખ્યરુપે સાત ચક્રો (ઉર્જા ચક્રો) આવેલા છે. આ ચક્રો આપણા શારિરીક,માનસીક અને ભાવનાત્મક સ્થિતિને દર્શાવે છે. જ્યારે આપણે આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરીએ છે ત્યારે આ સાત ઉર્જા કેન્દ્રોનો અનુભવ કરી શકીએ છે.

જ્યારે કુંડલીની જાગરણ થાય છે ત્યારે તે છ ચક્રોથી પસાર થાયછે(જે આપણા કરોડરજ્જુ માં સ્થિત છે)

અને આપણા તાળુ ભાગનું ભેદન(મસ્તક નો ભાગ જે જન્મ સમય પર ખુબ જ નરમ હોય છે)કરે છે. જેનાથી આપણા ચક્રો (ઉર્જાકેંદ્રો) નું પોષણ અને પુનરોધ્ધાર થાય છે. જેથી વ્યક્તિ શાંતિ અને આનંદ અનુભવી શકે છે.

આ ઉર્જા કેંદ્રોનું નિર્માણ આપણા શારિરીક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક જરૂરિયાત માટે થયેલુ છે. આ કેંદ્રો જાગ્રુત હોય છે.

જ્યારે કુંડલીની શક્તિ આપણા સાતમાં ચક્રને ભેદે છે.જેને આપણો તાળુભાગ કહેવામાં આવે છે.જે ભાગ નાનપણમાં નરમ હોય છે ત્યારે આપણે પરમાત્માની સર્વવ્યાપી દિવ્ય શક્તિ સાથે જોડાઈ જઈએ છીએ.

આપણી આંગળીઓના ટેરવા પર અને હથેળીઓ માં ઠંડી ઠંડી લહેરીઓ વહેવા લાગેછે. આપણા તાળુભાગમાં પણ ચૈતન્ય લહેરીઓ નો અનુભવ થાય છે. આ આત્મસાક્ષાત્કાર બાદનો પ્રથમ અનુભવ છે.

પછીની અનુભુતીઓમાં આપણને નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત થાય છે. જેને નિર્વિચાર સમાધિપણ કહી શકીએ.

મનુષ્ય હંમેશા પોતાના ભૂતકાળ અને ભવિષ્યનો વિચાર કરતો રહે છે. જ્યારી કુંડલીની શક્તિ નું જાગરણ થાય છે ત્યારે આ વિચારો વચ્ચે નો સમય વધે છે અને વધતો જાય છે અને ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે.

પછી આપણે વર્તમાનને માણીએ છીએ,એ પણ વિચારો વગર,કોઈ ચિંતા વગર,ક્રોધ વગર અને વર્તમાનમાં સ્થિત થઈએ છીએ. જે વાસ્તવિકતા છે. જ્યારે ભૂતકાળ રહ્યો નથી અને ભવિષ્યની ખબર નથી.