શ્રી માતાજી

શ્રી માતાજી અને ગાંધીજી

મહાત્મા ગાંધી જેને પણ મળતા તેના જીવન માં કંઇક ને કંઇક પોતાની સારી છાપ છોડતા, એવા મા એક નાની એવી છોકરી પણ આશ્રમ માં રહેતી. એ નાની એવી છોકરી શ્રી માતાજી હતા, જેને તે “નેપાલી” કહી બોલાવતા.

સાત વર્ષ ની ઉમર થી જ, શ્રી માતાજી એ ઘણો સમય ગાંધીજી ના આશ્રમ માં વિતાવ્યો. તેમને યાદ કરતાં શ્રી માતાજી કહે કે “તે મારી પાસે બેસતા અને ખુબ ગંભીરતા થી મને મીઠા પ્રશ્નો પૂછતાં. ઘણી વાર તો તેમની સાથે હું સવાર ના પહોર માં સામુહિક પ્રાર્થના પહેલા ચાલવા પણ જતી” એવું શ્રી માતાજી એ જણાવ્યું.

તે દેખાવ માં ખુબજ કઠોર અને માસ્તર જેવા હતા, પરંતુ એ એક અત્યંત પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ હતા, એવું શ્રી માતાજી એ જણાવ્યું. તે હંમેશા મારી સાથે એવી રીતે વાત કરતા જાણે કે હું તેમની દાદીમાં હોવ તેવી રીતે બધી ચર્ચા વિચારણા કરતા, જાણે કે કોઈક વાર બાળક નું માર્ગદર્શન મોટા લોકો કરતાં સારું હોય છે.

શ્રી માતાજી પછી દેશ માં ધર્મ,આંતરિક ધર્મ અને સત્ય અધિસ્થાપિત કરવા માટે ગાંધીજી ની સરાહના કરે છે. તે હંમેશા લોકોને બાઈબલ, ભાગવત ગીતા,પુરાણો અને વિશ્વ ના મહાન લોકો ને વાંચવા અને તેના જીવન માંથી કંઇક શીખવાનું અને ગ્રહણ કરવાનું કહેતા.

શ્રી માતાજી કહે છે કે તેમની વાતચીત દરમિયાન ખાલી માનવ વ્યક્તિત્વ અને સહજ પ્રકૃતિ ની વાતો જ ન કરતા પરંતુ, તેમણે તેની માટે ના રસ્તાઓ અને ઉપાયો સામાજિક અને આધ્યાત્મિક મુક્તિ વિષે પણ વાતો કરતાં. જયારે તેમને ગાંધીજી સાથે ના અનુભવો વિશે પૂછ્યું, ત્યારે શ્રી માતાજી એ એમની એક ચર્ચા જાહેર કરી ગાંધીજી ને નિયમિતતા નું ખુબ જ મહત્વ હતું તે લોકો ને વહેલા સવારે ૪ વાગે ઉઠાડતાં, અને શ્રી માતાજી તેમને કહેતા, તમે કેટલા કઠોર છો... આ બધું બહું ન કહેવાય?

ગાંધીજી એ સમજાવ્યું કે કટોકટી ના સમય દરમિયાન જયારે સ્વતંત્રતા માટે દેશ વેગમેળવે છે ત્યારે કડક અને શિસ્ત હોવું જરૂરી છે.

આ વાક્ય પર થી માતાજી એ સુચન કર્યું કે, “બાપુ જો આપણે લોકો ને શિસ્તબધ્ધ બનાવવા જ હોય તો અંદર થી જ શિસ્તતા લવાય ને?”

ગાંધીજી એ પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે? શ્રી માતાજી એ તેમને ખાતરી આપી કે આંતરિક બદલાવ આનો જવાબ છે. પણ તેમણે કારણ આપ્યું કે “પહેલા તો આપણે સ્વતંત્ર થઇ જઈએ (બ્રિટીશ રાજ્ય માંથી) જ્યાં સુધી સ્વતંત્ર નહિ થઈએ” ત્યાં સુધી “સ્વ” ના “તંત્ર” ને કેમ જાણીશું? પહેલા તો આપણે વિદેશીઓ ની ગુલામી માંથી મુક્ત થવું જોઈએ.

એ વર્ષ દરમિયાન ગાંધીજી નો સંદેશો આખા દેશ માં ફેલાઈ ગયો, અભણ થી લઈ ને મધ્યમ વર્ગ સુધી અને છેવટે સમાજ ના શ્રીમંત સુધી પણ. શ્રી માતાજી એ પણ સ્વતંત્રતા સંગ્રામ માં ભાગ લીધો હતો, આવી રીતે કોલેજ જતાં યુવા વર્ગ માટે ઉદાહરણ સ્થાપિત કર્યું.

ઈ.સ. ૧૯૪૭ માં ભારત છેવટે એક સ્વતંત્ર દેશ બન્યો ગાંધીજી ના અંતિમ દિવસો પહેલા તેમણે શ્રી માતાજી ને મળવાનું કહ્યું. મળી તરત જ ઓળખી ગયા શ્રી માતાજી એ કહ્યું, બાપુ એ કહ્યું “પ્રાર્થના પછી મને મળજે” જયારે હું તેમને મળી ત્યારે તેણે કહ્યું “હવે રચનાત્મક કાર્ય લે... કંઇક રચનાત્મક કાર્ય...”

જો આપણે આપણી જાત ને બદલી શકીએ છીએ તો વિશ્વ ના લોકો ની પણ વૃતિઓ બદલશે

શ્રી માતાજી એ મનુષ્ય ની વિવિધ સમસ્યાઓ અને તેના શક્ય ઉકેલ લાવવા નો અભ્યાસ ચાલુ રાખ્યો. હવે ઘણા બધા વર્ષો થઇ ગયા જ્યારથી તેમણે સહજયોગ દ્વારા આંતરિક બદલાવ લાવવા માટે નું બીડું ઉપાડ્યું..

એક રાજકીય નેતા આત્મા અને ધર્મ માટે જ નહિ પરંતુ તે દેશ ને એક યોગ ભૂમિ તરીકે ધ્યાન મા લે છે,... ગાંધીજી નો મુખ્ય ફાળો એ રહ્યો કે લોકો માં સંતુલન લાવવું વધુ ભારતીય બનાવવા, અને આપણી અંદર રહેલા બનાવટીપણા ને દુર કરવા નું અભૂતપૂર્વ કાર્ય કર્યું.

જેવી રીતે ગાંધીજી જનતા વચ્ચે ઉભા રહ્યા અને સ્વતંત્રતા માટે દેશ માં માર્ગદર્શન આપ્યું, તેવી જ રીતે શ્રી માતાજી એ થોડા વ્યક્તિઓ નહિ પરંતુ હજારો લોકો માટે વિશ્વભર મા અંતરીક સ્વતંત્રતા નું કામ કર્યું. હવે આંતરીક સ્વતંત્રતા નો સમય આવી ગયો છે.

લગ્ન જીવન અને સ્વતંત્રતા

શ્રી માતાજી નું બાળપણ અને તેમના કિશોરવય ના વર્ષ જન્મ થી જ ભારત ભૂમિ સાથે જોડાયેલા હતા. અને તેમણે તેમની પત્ની અને માતા તરીકે ની જવાબદારી ખુબ જ સરસ રીતે નિભાવી.
નિર્મલા સાલ્વે જેને આપણે શ્રી માતાજી નિર્મલા દેવી તરીકે જાણીએ છીએ,તેમના લગ્ન શ્રી ચંદ્રિકા પ્રસાદ શ્રીવાસ્તવ સાથે ૭મી અપ્રિલ ઈ.સ.૧૯૪૭ માં થયા હતા. તેના એક સો ને ઓગણીસ દિવસ પછી ઓગસ્ટ ૧૪ ની મધ્યરાત્રી એ ભારત દેશ આઝાદ બન્યો.

શ્રી માતાજી ના નાના ભાઈ એચ.પી.સાલ્વે જેને પ્રેમ થી બાબા મામા કહીએ છીએ તે જૂની સ્મૃતિઓ યાદ કરતા કહે છે કે “કોમી રમખાણો ના સમય દરમિયાન (૧૯૪૭) માં કોઈકે દરવાજો ખખડાવ્યો, જયારે નિર્મલા એ દરવાજો ખોલ્યો તો જોયું કે એક સ્ત્રી અને બે પુરુષો ખુબ જ ભયભીત હાલત માં ઉભા હતા તેણે નિર્મલા ને કહ્યું કે તેઓ પાકિસ્તાન ના શરણાર્થીઓ છે અને એમા નો એક મુસ્લિમ હતો અને એમને કહ્યું કે બધા હિંદુઓ તલવારો લઇ ને તેમની પાછળ પડ્યા છે અને તેમની વાત સાંભળી ને નિર્મલા એ એક ક્ષણ વિચાર્યા વગર જ તેઓ ને પોતાના ઘર માં શરણ આપી.”

 

“થોડા સમય પછી અમુક લોકો હાથ માં તલવાર લઇ ને આવ્યા અને કહ્યું કે એક મુસ્લિમ આ ઘર માં છુપાયેલો છે નિર્મલા એ સંપૂર્ણપણે આ વાત ને નકારતા કહ્યું કે તે એક કટ્ટર હિંદુ છે પોતે તો તે કેવી રીતે એક મુસ્લિમ ને શરણ આપી શકે હાથ માં તલવાર લઇ ને ઉભા એ લોકો એ પ્રથમ વાર તો એ

વાત સ્વીકારી જ નહિ પરંતુ તેમણે નિર્મલા ના કપાળ પર લાલ રંગ નો ચાંદલો જોયો અને તેઓને એમ થયું કે આ કંકુ એક સૌભાગ્યવતી હિંદુ સ્ત્રી ની નિશાની છે પછી તે ખાતરી કરી ને ચાલ્યા જાય છે.”

આ ઘટના તેઓએ ગર્ભ ધારણ કર્યું ત્યારની છે પછી તેમણે તેમની પ્રથમ સંતાન “કલ્પના” ને ૧૯૪૮ ના ડિસેમ્બર મહિનામાં જન્મ આપ્યો.

૨૯ મી જાન્યુઆરી,૧૯૪૮ ના રોજ શ્રી માતાજી મહાત્મા ગાંધી ને મળ્યા તેમણેકલ્પના ને ખોળામાં લઇ કહ્યું નેપાલી (ગાંધીજી એ પ્રેમ થી આપેલું હુલામણું નામ)તારા જેવી જ છે (કલ્પના ને જોતા કહ્યું) હવે તું માતા થઇ ગઈ હવે તું ક્યારે તારું અધ્યાત્મિક કાર્ય શરુ કરવાની છો? હવે તું મુક્ત થઇ ગઈ છે હવે તારે જે કરવું હોય એ તું કરી શકે છે. અને પછી ના જ સમયે એ અતિ દુ:ખદ ઘટના ઘટી એ રાજકીય ઉગ્રવાદી એ મહાત્મા ગાંધી ની પ્રાર્થના સભામાં માં જ હત્યા કરી.

૧૯૪૮ માં શ્રી માતાજી ના પતિ ચંદ્રિકા પ્રસાદ (જે પછી થી ૧૯૯૦ માં રાણી અલેઝાબેથ II દ્વારા વ્યાપકપણે સર પી.પી. શ્રીવાસ્તવ નામ થી ઓળખાયા) ની IFS (INDIAN FOREGIN SERVICE) અને IAS (INDIAN ADMINISTRATIVE SERVICE) તરીકે નિમણુક થઇ.

શ્રી માતાજી સાથે ચર્ચાકરી સર પી.પી. IAS તરીકે ચુંટાયા અને દેશ ની સરહદો માં સેવા આપી લગ્ન જીવન દરમિયાન તેમના બીજા સંતાન “સાધના” નો જન્મ ફેબ્રુઆરી ૧૯૫૦ માં થયો તે જ વર્ષ ના મે મહિના માં સર પી.પી. ની મેજીસ્ટ્રેટ તરીકે લખનઉ માં નિમણુક થઇ અને પછી થોડા સમય માટે પરિવાર ત્યાં જ રહ્યો હતો.

પછી ૧૯૫૧ માં સર પી.પી. મેરઠ માં એડીશનલ ડીસ્ટીકટ મેજીસ્ટ્રેટ તરીકે ગયા. સ્ટાફ બંગલો એક મોટી મિલકત પર સ્થિત છે અને પરંપરાગત બ્રિટીશ શૈલી માં બનાવવા માં આવ્યો હતો શ્રી માતાજી હવે તેમના બે નાના છોકરાઓ સાથે બંગલો સાથે ની જમીન માં ખેતી શરુ કરી એક ખેડૂત વ્યક્તિ ની મદદ થી બંજર જમીન ને ફળદ્રુપ વનસ્પતિ જમીન માં પરિવર્તિત કરી નાખી તેણે ઘર માટે શાકભાજી ઉગાડવાનું શરુ કર્યું અને બાકી રહેલી સિલક તેમના કુટુંબ આવક પુરવણી માટે વેચાણ કર્યું.

તેમના સંસ્મરણોમાં, એચ.પી.સાલ્વે યાદ કરે છે કે “શ્રી માતાજી નું ખેતર શ્રેષ્ઠ ખેતર તરીકે જીલ્લા માં પ્રખ્યાત થયું હતું. રીંગણા તો એટલા મોટા ઉગ્યા કે તેને ઉપાડવા ભારે પડે” તેમણે બહુ મોટી ખુબ જ મોટી કોબી, ટમેટા અને કાકડી ઉગાડી આવા મોટા કદ ના શાકભાજી અવિશ્વનીય છે.

ઈ.સ.૧૯૫૩ માં શ્રી માતાજી નો પરિવાર મુંબઈ આવ્યો. સર પી.પી. ને ડીરેકટોરેટ જનરલ તરીકે નિમણુક થઇ (પછી શીપીંગ કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવ્યા) એચ.પી.સાલ્વે એ શ્રી માતાજી ની સાથે ઉનાળાઓ ની ખુબ રાજા માણી અને એ સ્મૃતીઓ અને તેના છોકરાઓ સાથે “પંચમરકી” છીંદવાડા

નજીક નું એક હિલ સ્ટેશન જે મધ્ય ભારત માં સ્થિત છે,જે એક સુંદર સ્થાન જ્યાં જૂની ગુફાઓ, પાણી ના ધોધ, જંગલો, અને વન્યજીવન થી શુશોભિત છે શ્રી માતાજી અને પરિવારે ઘણો સમય નાગપુર જ્યાં તેમના ઘણા સગા-સંબંધીઓ રહે છે ત્યાં વિતાવ્યો. ૮મી ફેબ્રુઆરી ૧૯૯૫, રવિવાર ના રોજ શ્રી માતાજી ના પિતાજી ને હોસ્પિટલ માં દાખલ કરાયા. એક અઠવાડિયા પછી તેમના બધા જ સંતાનો તેમની પાસે આવી પહોચ્યા શ્રી માતાજી તેમના પિતા ના ખુબ નજીક હતા અને હંમેશા તેમની સલાહ માન્ય ગણતા મુખ્ય રૂપે આધ્યાત્મિક બાબતો મા.

તેમના ભાઈ સ્મૃતિઓ યાદ કરતા કહે છે કે તેમના પિતાજી એ શ્રી માતાજી ને પૂછ્યું કે “શું તને પદ્ધતિ જડી ગઈ?” અને માતાજી ને સામુહિક આત્મસાક્ષાત્કાર ની અનુભૂતિ આપવાની પદ્ધતિ ને ઉલ્લેખી ને કહ્યું આખા પરિવાર ની હાજરી માં શ્રી પ્રસાદરાવ સાલ્વે નું નિધન થયું તા. ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૫૫ ના રોજ.

એ દુઃખદ ઘટના થી શ્રી માતાજી નું હ્રદય કરુણા થી ભરાઈ ગયું હતું તે એક ગરીબ બાળક ને જોતા તો આંખો માંથી આંસુઓ વહેવા લાગતા આ મહાન વ્યક્તિ ના ગયા ના નુકશાન ની ખુબજ અસર શ્રી માતાજી ઉપર થઇ, જો કે ફરી હિંમત કરી અંતિમવિધિ ની વ્યસ્થા શરુ કરી ને એ કાર્ય પણ શ્રી માતાજી એ પૂરું કર્યું.

સ્પષ્ટપણે જ્યાં સુધી સમજી શકીએ તો એકમાત્ર ધ્યેય આપણા અસ્તિત્વ નું એક છે કે આપણે અંધકાર માં દીવો પ્રગટાવો.

પુરસ્કારો

શ્રી માતાજી ના માનવતાવાદી અને અધ્યાત્મિક કર્યો થી અસંખ્ય વ્યક્તઓ જ નહિ પરંતુ ૯૫ કરતા વધુ દેશોમાં તેના ઉપદેશો થી ફાયદો થાય છે અને તેની પ્રસંશા પણ મેળવી ઘણા મહાનુભાવો થી સરકાર થી શૈક્ષણિક સંસ્થાઓ થી માનવતાવાદી સંગઠનો તરફ થી.

તેમના ઉપદેશો માં વૈજ્ઞાનિક અને ચકાસણી સ્વભાવ જોઈ, પીટરોસક્યા એકેડમી ઓફ આર્ટસ અને સાયન્સ (સેન્ટ પીટર્સબર્ગમાં) શ્રી માતાજી એ કહ્યું કે “તમે સાયન્સ કરતાં પણ ઉચ્ચ છો.”

એવી જ રીતે, જેમકે ક્લાઓસ નોબલે (cloes nobel) તેમને માનવતા ને એક આશા આપવા માટે આભાર વ્યક્ત કર્યો. તેમના બધા જ એવાર્ડ તેમના ગુણો,લાક્ષણીકતા, બીજાના પ્રત્યનો ની સરાહના કરવી અને વ્યક્તિગત કરતા સામુહિક ઉપલબ્ધિઓ ને માન આપવું વગરે.

શ્રી માતાજી તેમના અવિરત પ્રવાસ બદલ ક્યારેય તેમના રોજીંદા કર્યો માં કંટાળાજનક સ્થિતિ અનુભવી નથી, તેના બદલે તે એક પ્રેમાળ માતા તરીકે જે પોતાના બાળકોનું હંમેશા સુખ ઈચ્છે તેવી રીતે કર્યો કરેલા.

એક માઁ નું સ્થાન અલગ છે એ ધીરજ પ્રેમાળ અને ક્ષમા સ્વાભાવિક રીતે એક માતા માં હોય છે તેમનો સ્વભાવ બહુ અલગ હોય છે ન કોઈ સિદ્ધિ માટે, ન કોઈ પુરસ્કારો માટે કે ન કોઈ અન્ય દેખાડા માટે તે કરે છે કારણ કે તે એક માતા છે.

 

અમુક પસંદગી ના પુરસ્કારો અને સન્માનો

ક્લાઓસ નોબલ સાથે

યુ.એન.સભા,બેઈજીંગ

આત્મસાક્ષાત્કાર,સિડની,૨૦૦૬

શ્રી માતાજી ને તેમના નિ:સ્વાર્થ કામ માટે અને સહજયોગ દ્વારા તેમના અધ્યાત્મિક ઉપદેશો થી થયેલા નોંધપાત્ર પરિણામો ને ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા વિશ્વભર માં માન્ય કરવા માં આવ્યા હતા. જેમા ના થોડા પુરસ્કારો ની યાદી નીચે જોઈ શકાય છે...

ઇટાલી ઈ.સ. ૧૯૮૬

ઇટાલિયન સરકાર દ્વારા “શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર” તરીકે ઘોષિત કર્યા.

મોસ્કો, રશિયા, ઈ.સ.૧૯૮૯

શ્રી માતાજી સાથે યુ.એસ.એસ.આર. ના આરોગ્ય મંત્રી ની બેઠક બાદ, સહજયોગ ને સંપૂર્ણ સરકાર સ્પોન્સર શીપ આપવા માં આવી, અને દરેક વૈજ્ઞાનિક સંશોધન માટે ભંડોળ નો પણ આમા સમાવેશ થાય છે.

ન્યુયોર્ક, ઈ.સ. ૧૯૯૦-૧૯૯૪

યુનાઈટેડ નેશન્સ દ્વારા ચાર વર્ષ સુધી સતત વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટે ના રસ્તાઓ ઉપર ભાષણ દેવા આમંત્રિત કરવા માં આવ્યા.

સેન્ટ પીટર્સબર્ગ, રશિયા, ઈ.સ. ૧૯૯૩

પીટરોસક્યા એકેડમી ઓફ આર્ટસ અને સાયન્સ ના માનદ સભ્ય તરીકે તેમની નિમણુક થઇ આ એકેડમી ના ઈતિહાસ માં ફક્ત ૧૨ લોકો ને આ માન આપવા માં આવે છે. આઈન્સ્ટાઈન આમાંથી એક છે.

શ્રી માતાજી એ આંતરરાષ્ટ્રીય દવા અને સ્વજ્ઞાન અંગે ની સભા નું ઉદઘાટન કર્યું જે ત્યાર બાદ એકેડમી ખાતે એ વાર્ષિક ઘટના બની હતી.

બ્રાઝીલ, ઈ.સ. ૧૯૯૪

બ્રાઝીલીયા ના મેયરે શ્રી માતાજી નું એરપોર્ટ પર સ્વાગત કર્યું અને તેમને શહેર તરફ થી એક છબી ભેટ કરી ઉપરાંત તેમના બધા જ કાર્યક્રમો ને સ્પોન્સર પણ કર્યા.

ન્યુયોર્ક, ઈ.સ. ૧૯૯૪

સપ્ટેમ્બર ૨૬ ને શ્રી માતાજી નિર્મલા દેવી તરીકે ઘોષિત કર્યા, શ્રી માતાજી ના સન્માન માં પોલીસ અનુંરક્ષણે સ્વાગત પરેડ અને તેમના મહાત્મા ગાંધી સાથે ની સંડોવણી માટે ઉજવણી કરવામાં આવી.

રોમાનિયા, ઈ.સ. ૧૯૯૫

પ્રોફેસર ડી.ડ્રીમર (ઈકોલોજીકલ યુનિવર્સીટી બુકારેસ્ટ ના વડા) દ્વારા કોગ્નીટીવ સાયન્સ માનદ ડોક્ટરેટ ની ડીગ્રી આપવા માં આવી.

ચાઈના,૧૯૯૫

ચીની સરકાર દ્વારા સત્તાવાર મહેમાન તરીકે યુનાઇટેડનેશન્સ આંતરરાષ્ટ્રીય સભા માં ભાષણ દેવા આમંત્રિત કર્યા.

પુના, ઈ.સ. ૧૯૯૬

સંત જ્ઞાનેશ્વર ની ૭૦૦ મી વર્ષગાંઠ ના અવસરે શ્રી માતાજી એ વિશ્વ ફિલોસોફર્સ ની સભા નું સંબોધન કર્યું.

આ ઉપરાંત પાર્લામેન્ટ ઓફ સાયન્સ, રીલીજીયન અને ફિલોસોફી મા તેમને અધ્યાત્મિક અંદોલન “સહજયોગ” માટે સન્માનિત કરવામાં આવ્યા.

લંડન, ઈ.સ. ૧૯૯૭

મિસ્ટર ક્લાઓસ નોબલ, અલ્ફ્રાડ નોબલ ના ગ્રાન્ડ નેફ્યું (grand nephew) જે યુનાઇટેડઅર્થ અને ધ નેશનલ સોસાઈટી ઓફ હાઇસ્કૂલ સ્કોલર્સ ના ચેરમેને શ્રી માતાજી ને રોયલ અલબર્ટ હોલ ખાતે સન્માનિત કરવા માં આવ્યાં.

યુ.એસ.એ. ૧૦૫ મી કોંગ્રેસ, ૧૯૯૭ અને ૧૦૬ મી કોંગ્રેસ ,૨૦૦૦

માનદ માનવતા માટે તેમના સમર્પિત અને અથાગ કામ માટે શ્રી માતાજી ના વખાણ કરેલા કોંગેસ ના એલિયટ એન્જલ દ્વારા કોંગ્રેશનલ રેકોર્ડ મા વાચી શકાય છે.

કબેલા, લીગર, ઇટલી, ઈ.સ. ૨૦૦૬

શ્રી માતાજી ને માનદ ઇટાલિયન નાગરિકત્વ આપવા માં આવ્યું હતું જેના માટે પાયા નો પત્થર “શ્રી માતાજી નિર્મલા દેવી વર્લ્ડ ફાઉન્ડેશન” નું સ્થાન કબેલા (લીગર) મા છે.

જ્યાં સુધી આંતરિક શાંતિ નો મળે ત્યાં સુધી બીજી કોઈ શાંતિ મળતી જ નથી

કબેલા લિગર (ઈટાલી)