સહજયોગ

આત્મ-સાક્ષાત્કાર

આત્મ-સાક્ષાત્કાર એટલે મધ્યનાડી દ્વારા કુંડ્લીની શક્તિ નું જાગરણ થાય છે. અને તે ત્રિકોણાકાર અસ્થિમાંથી નિકળી અને છ ઉર્જા કેન્દ્રોને છેદી અને તાળુભાગ માં રહેલી અસ્થિ ને ભેદે છે. તે ભેદન બાદ આપણે ચૈતન્યલહેરીઓ અનુભવી શકીએ છીએ. તાળુભાગ ને “ફોન્ટનીઈલ બોન” કહેવામાં આવે છે. જેનો મર્મ “શીતળ ફુવારો” છે, જે પુન: આત્મસાક્ષાત્કાર નું પ્રાચીન જ્ઞાન બતાવે છે. આત્મસાક્ષાત્કાર હંમેશા તમામ ધર્મો અને વિશ્વના આધ્યાત્મિક પરંપરાઓ નું અંતિમ ધ્યેય રહ્યુ છે,પરંતુ આ પ્રાપ્ત કરવુ ખુબ જ કઠીન હતું.

હવે,સહજયોગ એ માનવજાત ને શ્રીમાતાજી ની અમુલ્ય ભેટ છે તે મારફતે પ્રયત્નરહીત સામુહિક આત્મસાક્ષાત્કાર ની ઘટના બની છે. ”આત્મસાક્ષાત્કાર એ સત્ય સાથેનો પ્રથમ મિલાપ છે,આપણા હ્ર્દયમાં સ્વયં માઁ વિરાજ્માન થાય છે. જે આપણી પુરી રીતે સંભાળ રાખે છે.જ્યારે પણ આવશ્યકતા હોય છે ત્યારે તે આપણને સુરક્ષા પ્રદાન કરે છે.તેમાં કોઈપણ પ્રકારના ભય ને સ્થાન નથી.” “કુંડલીની તમને સ્વસ્થ કરે છે, સુધારે છે તે તમારા પર આશિર્વાદોની વર્ષા શરુ કરે છે. તે બધી જ પ્રકારની તમારી ચિંતાઓ જે જડ છે, તેને દુર કરે છે.

 

આત્મ-સાક્ષાત્કાર નું મહત્વ

સામાન્ય શબ્દો માં આત્મ-સાક્ષાત્કાર એ માણસના પોતાના ઘરમાં પ્રવેશ કરવા સમાન છે. પોતાની જાતને, સ્વયં ના સ્વભાવમાં પરિવર્તન કરવું, જે આંતરિક છે.જેને બાહ્ય સ્વરુપ સાથે કઈ લેવા - દેવા નથી. આત્મસાક્ષાત્કાર એટલે પોતાના સાચા ઘરમાં પ્રવેશ કરવો- જે ઘરમાં પૂર્ણ શાંતિ, સંતુલન ,સંકલન અને સ્વભાવની સ્વસ્થતા છે. તે અનુ સંદર્ભ વગર એક વ્યક્તિ એક રાજ્ય છે.

તે એક સ્વતંત્રતાની સ્થિતિ છે – દર્દમાંથી સ્વતંત્રતા,ભય તથા ચિંતાઓમાથી સ્વતંત્રતા, તેમજ આપણામાં રહેલ અહંભાવ તથા જોડાણો(લાગણીઓના જોડાણો) અને છુટકારો મળે છે. તે એક શાંત તણાવ-મુક્ત અને સંતુલિત માનસિક સ્થિતિ છે. આ આત્મસાક્ષાત્કાર એ આપણો બીજો જન્મછે. જે આપણ ને માનસિક તણાવો, લાગણીઓથી મુક્ત કરે છે.આત્મસાક્ષાત્કારના ઘણા નામો છે:દ્વિતીય જન્મ, જાગૃતિ,મુક્તિ, મોક્ષ જે બધા જ ધર્મો અને આધ્યાત્મિકતા નું અંતિમ ચરણ છે. આપણે હિંમતવાન અને આત્મવિશ્વાસી બનીએ છીએ. શાંતિ,સંતુષ્ટિ અને આનંદ એ સહજયોગના પ્રમાણાંક છે. તે સંપુર્ણપણે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમા અંધવિશ્વાસને કોઈ સ્થાન નથી. સહજયોગ દ્વારા આત્મસાક્ષાત્કાર એ તદન નિ:શુલ્ક છે.

- જય શ્રી માતાજી

આત્મસાક્ષાત્કારી વ્યક્તિ પોતે શરીર અને જીવન ધરાવે છે. આપણે આ જીવન જીવીએ છીએ આરામ અને સંતોષ માટે નહિ પરંતુ સ્વયં સંવર્ધન માટે અને અનુભુતિ પણ થાય છે. તે સંપુર્ણ સાક્ષીભાવે જીવન જીવે છે, તે કોઈપણ ભય અને ચિંતાઓથી તેમજ તિરસ્કાર અને બંધનોથી મુક્ત છે, અને તે એક આનંદદાયી અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવે છે. આત્મસાક્ષાત્કારી વ્યક્તિ પુર્ણરુપ થી પરમાત્મા સાથેની એકાકારીતા નો આનંદ લે છે. આત્મસાક્ષાત્કાર બાદ જ્યારે માણસ પોતાનુ શુધ્ધચિત્તરાખે,ત્યારે બધી જ અડ્ચણોદુરથાયછેઅને ચમત્કારોશરુ થવા માંડે છે. આનાથી પણ ઘણુબધુ કાર્યન્વિત થાય છે. તમે સ્વયં પોતાની અને બીજા માણસોના ઉર્જા કેંદ્રોનો અનુભવ કરી શકો છો.અંદર કરુણા જાગૃત થાય છે.અંતર્મન સુંદર,ભયમુક્ત અને પ્રેમાળ થઈ જાય છે.

સંભવિતતા: આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની કુંડલીની શક્તિ દરેકમાં રહેલી છે.