સહજયોગ

સહજયોગ ધ્યાન માટેની પધ્ધતિ

નિયમિત ધ્યાન કરવું

નિયમિત રુપે ધ્યાન કરવુ ખુબ જ ફાયદાકારક છે. પણ જો કોઇક વાર સવાર નું ધ્યાન ચુકાય જાય તો વાંધો નહિ. દિવસમાં તમારી અનુકુળતા પ્રમાણે 10-15 મિનિટ ધ્યાન કરવું.તમે કહો કે,”મારે ધ્યાન કરવાનો સમય જ નથી,” પણ, નિયમિત ધ્યાન-ધારણા કરવાથી આપણા કાર્યો સારી રીતે અને ઝડપથી થઈ જાય તો દરરોજ ની 15 મિનિટ કાઢવી કંઈ અઘરી નથી.

શાંતિપુર્ણ સવારનું ધ્યાન

સવારના પહોરનું ધ્યાન ખુબ જ ઉપયોગી છે.તેનાથી નિર્વિચારતા અને ચૈતન્ય લહેરીઓ નો અનુભવ ખુબ જ સારો થાયછે. તો સવારના વહેલા પહોર માં 10 થી 15 મિનિટ ધ્યાનમાં અવશ્ય બેસવુ જોઇએ.

ધ્યાનમાં બેસવાનું સ્થાન અને સ્થિતિ

એક શાંત અનુકુળ જગ્યા શોધી અને આરામદાયક સ્થિતિમાં બેસવુ.

વિચારો સાથે લડવુ નહિ

જ્યારે પણ તમે ધ્યાન કરવા બેસો, સ્વયંને ધ્યાન માટે સાવધ કરી લેવુ . ચિત્ત ને પોતના તાળુ ભાગ માં રાખવું અને સ્વયં ને સંપુર્ણ શાંતિમાં નિહાળવું. વિચારોના આવગમન ને સાક્ષી રુપે જોવું.ધીમે-ધીમે બે વિચારો વચ્ચેના સમયાંતરને વધવા દેવાં. હવે તમને વિચારો આવવા બંધ થઈ જશે એ જ નિર્વિચાર સ્થિતિ છે. વિચારોને રોકવા કહેવું કે, ”મને આ વિચાર નથી જોઈતા !”

વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયાશ કરશો નહિ

ધ્યાન એ વસ્તુ પર કેન્દ્રીત કરવુ, એકાગ્ર કરવું, વિઝ્યુલાઈઝેશન અથવા વિચારો રોકવાના પ્રયત્ન કરવુ એ નથી. ધ્યાન એ વિચારોને જતા કરવા અને પુર્ણ રુપથી તમારી આત્મિક શાંતિને સમર્પણ કરવાની સ્થિતિ છે. એ કામ તમારી કુંડલીની શક્તિ કરે છે.

ધ્યાનમાં તમારી કુંડલિની માઁ સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરો

ધ્યાન દરમિયાન કુંડલીની માઁ ને પ્રાર્થના કરો. પુર્ણ વિવેકથી તેને પ્રાર્થના કરવી,“કૃપા કરી ને તમે જાગૃત થાઓ અને અમને નિર્વિચારીતા પ્રદાન કરો.જેમ કુંડલીની શક્તિ જાગૃત થઈ ઉઠે છે તો તમે સ્વયં થી જાગૃત થઈ જાઓ છો, તમે આંગળી પર ઉર્જા કેન્દ્રો નો અનુભવ કરવા માંડો છો અને હથેળીઓ માંથી ચૈતન્ય લહેરીઓ વહેવા લાગે છે.

બીજા લોકો સાથે સામુહિકતા માં ધ્યાન કરવુ

સામુહિકતામાં ધ્યાન કરવુ એ ખુબ જ ફાયદાકારક છે કુંડલીની શક્તિનું જાગરણ ખુબ જ સહેલાઈથી થઈ શકે છે.તમારી ઉત્થાન પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ જાય છે. જો શક્ય હોય તો ઘરે પણ બધાની સાથે ધ્યાન કરવું. સામુહિક ધ્યાન માટે સાપ્તાહિક ધ્યાન કેન્દ્રમાં જવુ ખુબ જ હિતકારી છે.